Ada-Aatham Darji Gyanti Samaj Samast

આપણા વિશે

આપણા પૂર્વજો નું સન્માન, નવી પેઢીઓને પ્રેરણા આપવી

અડા આઠમ દરજી જ્ઞાતિ સમાજ સમસ્ત હિંમતનગર સમાજ ની સ્થાપના ૧૯૭૦ પહેલા થયેલી છે.
તે સમયે અડા આઠમ અને મેશ્વાતડ સમાજ બન્ને સાથે મળી ને બન્ને સમાજ નું સંચાલન સંભાળતા હતા અને સમાજ માં શિસ્તતા જળવાય તેમજ સમાજ ના ભાઈઓને સામાજિક ન્યાય મળે તે રીતે સમાજ નું સંચાલન કરતા હતા અને સમાજ માં સ્નેહ સંમેલન, શિક્ષણ પ્રોત્સાહન તેમજ સમૂહ લગ્ન જેવા કાર્યક્રમ કરવામાં આવતા હતા અને સમાજ ના વડીલો ની અને સમાજ ના દરેક વ્યક્તિ ની મદદ થી હિંમતનગર મુકામે સમાજ ની એક વાડી ભી રાખવા માં આવી હતી જે અત્યારે ભી દર વર્ષે દશેરા ની મીટીંગ માટે ઉપયોગ કરીએ છીએ.

તે પછી ૨૦૨૨ માં આપણા સમાજ નું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું અને તે પછી આપણું સમાજ આપણી સંસ્થા ટ્રસ્ટ રજિસ્ટર સંસ્થા થયેલ છે. આપણા સમાજ નું ટ્રસ્ટ હિંતનગર મુકામે રજિસ્ટર થયેલ છે. અને સમાજ નો રજિસ્ટર નંબર ઈ /૩૯૩૭/ સાબરકાંઠા છે. હવે પછી સમાજ ના દરેક કાર્યક્રમ જેમ કે વિદ્યાર્થી પ્રોત્સાહન, સ્નેહ સંમેલન, સમૂહ લગ્ન, ખેલ કુદ કાર્યક્રમ અને મેડિકલ રક્તદાન જેવા કાર્ય ટ્રસ્ટ ના માધ્યમ થી કરવામાં આવશે. અને ટ્રસ્ટ નું સંચાલન ૨૧ ટ્રસ્ટીઓ કરશે ને સમાજ માં અથવા સમાજ ટ્રસ્ટ માં હવે પછીના હોદાઓ ટ્રસ્ટ ના બંધારણ પ્રમાણે રહેશે અને ૨૧ ટ્રસ્ટી ઓ માંથી જ સમાજ ની કમિટી બનાવવા માં આવશે અને તેમની સાથે ટ્રસ્ટ સહાયક કાર્યકર્તાઓ જોડાશે ને સમાજ નું સંગઠન બનાવી ને સમાજ હિત કાર્ય કરવામાં આવશે. દરેક ગામ ના ભાઈઓ સહાયક તરીકે જોડાય અને સમાજ માં સેવા કરે તેવી ઈચ્છા વ્યક્ત કરીએ છીએ. અને કેવાય છે ને કે સબ કા સાથ સબકા વિકાસ તેવી જ રીતે આપડા બધા એ સાથે મળી ને વિકાસશિલ સમાજ બનાવવાનું છે. અને સમાજ ને પૂરો સાથ સહકાર મળે તેવી ઈચ્છા સમાજ ના દરેક વ્યક્તિ પાસે થી રાખીએ છીએ.

🙏🏻 આપનું સમાજ🙏🏻

Our Vision

એક આદર્શ સમાજ બનવા માટે કે જે પ્રગતિને સ્વીકારતી વખતે આપણી પરંપરાઓનું સન્માન કરે છે, એક સુમેળભર્યું વાતાવરણ બનાવે છે જ્યાં સભ્યો જોડાયેલા અનુભવે છે.

Our Mission

અમારું મિશન અમારા સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવા અને તેની ઉજવણી કરવાનું, સામાજિક કલ્યાણને સમર્થન આપવાનું અને તમામ સભ્યોમાં સર્વગ્રાહી વૃદ્ધિને પ્રોત્સાહિત કરવાનું છે.

Our Core Values

અમારા મુખ્ય મૂલ્યો અમારી ક્રિયાઓનું માર્ગદર્શન કરે છે અને અમારા સમાજ ને આકાર આપે છે. અમે સભ્યો વચ્ચે એકતા, જોડાણો અને સહયોગને પ્રોત્સાહન આપીએ છીએ.

Sign In

Register

Reset Password

Please enter your username or email address, you will receive a link to create a new password via email.

Scroll to Top